૧. ભારતીય હોકી: સુવર્ણ ઇતિહાસ
હોકી ભારતની રાષ્ટ્રીય રમત તરીકે (બિનસત્તાવાર રીતે) ઓળખાય છે. ભારતે હોકીમાં ૮ ગોલ્ડ મેડલ ઓલિમ્પિકમાં જીત્યા છે.
- મેજર ધ્યાનચંદ: 'હોકીના જાદુગર' તરીકે જાણીતા (જન્મદિન ૨૯ ઓગસ્ટ - રાષ્ટ્રીય રમત દિવસ).
- ૧૯૨૮ થી ૧૯૫૬ સુધી ભારત હોકીમાં અજેય રહ્યું હતું.
૨. પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪: ઐતિહાસિક બ્રોન્ઝ
ભરતની પુરુષ હોકી ટીમે પેરિસ ૨૦૨૪ માં સતત બીજી વાર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
- કેપ્ટન: હરમનપ્રીત સિંહ (ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૧૦ ગોલ કર્યા).
- ગોલકીપર: પી.આર. શ્રીજેશ (The Wall - પેરિસ ગેમ્સ બાદ નિવૃત્તિ જાહેર કરી).
- ભારતે સ્પેનને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
૩. હોકી વિશ્વકપ (Men's Hockey WC)
- સ્થાપના: ૧૯૭૧ (પ્રથમ વિજેતા: પાકિસ્તાન).
- ભારતે ૧ વાર જીત્યો (૧૯૭૫): અજીતપાલ સિંહની કેપ્ટન્સીમાં કુઆલા લમ્પુર ખાતે.
- ૨૦૨૩ વિશ્વકપ: ઓડિશા (ભારત) માં યોજાયો હતો (વિજેતા: જર્મની).
૪. હોકી ઇન્ડિયા (HI) અને લીગ
- દિલીપ તિર્કી: હોકી ઇન્ડિયાના પ્રમુખ (પૂર્વ ખેલાડી).
- હોકી ઇન્ડિયા લીગ (HIL): ૨૦૨૪-૨૦૨૫ માં ફરી શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે.
- એફઆઈએચ (FIH) હોકીનું વિશ્વ સ્તરે સંચાલન કરે છે.
૫. હોકીના નિયમો અને મેદાન
- મેદાનનું માપ: ૯૧.૪૦ મીટર x ૫૫ મીટર.
- સમય: ૧૫-૧૫ મિનિટના ૪ ક્વાર્ટર (કુલ ૬૦ મિનિટ).
- કાર્ડ: ગ્રીન (૨ મિ. આઉટ), યલો (૫-૧૦ મિ. આઉટ), રેડ (કાયમી બહાર).