Master Textbook science

પર્યાવરણ અને પ્રદૂષણ: નિવસનતંત્ર, ગ્લોબલ વોર્મિંગ અને જૈવવિવિધતા

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. પર્યાવરણ અને નિવસનતંત્ર (Ecosystem)

પર્યાવરણ એટલે આપણી આસપાસનું આવરણ. તેમાં જૈવિક (Biotic - વનસ્પતિ, પ્રાણીઓ) અને અજૈવિક (Abiotic - સૂર્યપ્રકાશ, પાણી, માટી) ઘટકોનો સમાવેશ થાય છે.

  • નિવસનતંત્ર: સજીવો અને તેમના પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોને નિવસનતંત્ર કહેવાય.
  • ઘટકો: ૧. ઉત્પાદકો (લીલી વનસ્પતિ), ૨. ઉપભોગીઓ (પ્રાણીઓ), ૩. વિઘટકો (બેક્ટેરિયા/ફૂગ).
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. ગ્લોબલ વોર્મિંગ અને ગ્રીનહાઉસ અસર

પૃથ્વીના સરેરાશ તાપમાનમાં થતા વધારાને 'ગ્લોબલ વોર્મિંગ' કહેવાય છે.

  • ગ્રીનહાઉસ વાયુઓ: કાર્બન ડાયોક્સાઈડ (CO2), મિથેન (CH4), નાઈટ્રસ ઓક્સાઈડ (N2O) અને ક્લોરોફ્લોરો કાર્બન (CFC).
  • અસરો: ધ્રુવીય બરફનું પીગળવું, દરિયાઈ સપાટીમાં વધારો અને અનિયમિત ઋતુચક્ર.
  • ૨૦૧૫ નો પેરિસ કરાર તાપમાનને ૨ ડિગ્રીથી નીચે રાખવા માટેનો વૈશ્વિક પ્રયાસ છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. ઓઝોન સ્તરનું ક્ષરણ (Ozone Depletion)

ઓઝોન (O3) સ્તર સ્ટ્રેટોસ્ફીયર (Stratosphere) માં આવેલું છે, જે સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણો (UV rays) થી આપણું રક્ષણ કરે છે.

  • મુખ્ય દુશ્મન: CFC (ક્લોરોફ્લોરો કાર્બન) જે રેફ્રિજરેટર અને AC માં વપરાય છે.
  • ૧૬ સપ્ટેમ્બર 'ઓઝોન દિવસ' તરીકે ઉજવાય છે (મોન્ટ્રીયલ પ્રોટોકોલની યાદમાં).

૪. પ્રદૂષણ ના પ્રકારો (Pollution Types)

  • હવા પ્રદૂષણ: વાહનો અને ઉદ્યોગોના ધુમાડાથી. PM 2.5 અને PM 10 કણો ફેફસાં માટે હાનિકારક છે.
  • જળ પ્રદૂષણ: ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી નદીમાં ઠાલવવાથી. 'યુટ્રોફિકેશન' (Eutrophication) થી જળચર જીવો મરે છે.
  • ભૂમિ પ્રદૂષણ: પ્લાસ્ટિક અને રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ.
  • ધ્વનિ પ્રદૂષણ: ગોંઘાટ જે ૮૦ ડેસિબલથી વધુ હોય તો હાનિકારક ગણાય.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. જૈવવિવિધતા અને સંરક્ષણ

  • બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ: ભારતમાં પશ્ચિમ ઘાટ અને હિમાલય મુખ્ય છે.
  • રેડ ડેટા બુક (IUCN): નાશપ્રાયઃ પ્રાણીઓની યાદી પ્રસિદ્ધ કરે છે.
  • કાયદાઓ: ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (૧૯૭૨), પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ (૧૯૮૬).

૬. એસિડ વર્ષા (Acid Rain)

ધુમાડામાં રહેલા સલ્ફર ડાયોક્સાઈડ (SO2) અને નાઈટ્રોજન ઓક્સાઈડ (NO2) વરસાદના પાણી સાથે ભળીને સલ્ફ્યુરિક અને નાઈટ્રિક એસિડ બનાવે છે. તેનાથી તાજમહેલ જેવા સ્મારકોને નુકસાન થાય છે ('સ્ટોન કેન્સર').

quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.