૧. કમ્પ્યુટર નો ઇતિહાસ અને પેઢીઓ
ચાર્લ્સ બેબેજને 'કમ્પ્યુટર ના પિતા' ગણવામાં આવે છે.
- પ્રથમ પેઢી: વેક્યૂમ ટ્યુબ (Vacuum Tubes) નો ઉપયોગ.
- બીજી પેઢી: ટ્રાન્ઝિસ્ટર (Transistors).
- ત્રીજી પેઢી: IC (Integrated Circuits) ચીપ્સ.
- ચોથી પેઢી: માઈક્રોપ્રોસેસર (VLSI).
- પાંચમી પેઢી: AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને રોબોટિક્સ.
૨. હાર્ડવેર અને સોફ્ટવેર
- CPU (સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ): કમ્પ્યુટર નું 'મગજ'. જે ALU અને CU થી બનેલું છે.
- મેમરી:
- RAM (રેમ): અસ્થાયી (Volatile) મેમરી જે ડેટા ને પ્રોસેસિંગ વખતે રાખે છે.
- ROM (રોમ): સ્થાયી મેમરી જેમાં બૂટિંગ (BIOS) ઇન્સ્ટ્રક્શન હોય છે.
- સ્ટોરેજ: HDD (હાર્ડ ડિસ્ક) અને SSD (જે વધુ ઝડપી છે).
- OS (ઓપરેટિંગ સિસ્ટમ): વિન્ડોઝ, લિનક્સ, એન્ડ્રોઇડ (હાર્ડવેર અને વપરાશકર્તા વચ્ચેનો સેતુ).
૩. ઇન્ટરનેટ અને નેટવર્કિંગ
- નેટવર્ક પ્રકાર:
- LAN: એક રૂમ કે બિલ્ડિંગ પૂરતું.
- WAN: આખા વિશ્વ ને સાંકળતું (ઇન્ટરનેટ એ મોટામાં મોટું WAN છે).
- પ્રોટોકોલ: HTTP (વેબ બ્રાઉઝિંગ), FTP (ફાઈલ ટ્રાન્સફર), SMTP (ઈમેઈલ).
- IP એડ્રેસ: IPv4 (૩૨-બીટ) અને IPv6 (૧૨૮-બીટ) એ દરેક ઉપકરણ ની યુનિક ઓળખ છે.
૪. સાયબર સિક્યુરિટી (Cybersecurity)
- વાયરસ (Virus): ડેટા ને નુકશાન કરતો પ્રોગ્રામ.
- ફિશિંગ (Phishing): ખોટી લિંક મોકલી ને વ્યક્તિગત માહિતી ચોરવી.
- ફાયરવોલ (Firewall): અનધિકૃત નેટવર્ક ટ્રાફિક રોકવા માટે નું રક્ષણ કવચ.
- સ્પાન (Spam): બિનજરૂરી જંક ઈમેઈલ.
૫. નવી ટેકનોલોજી: AI, Cloud અને 5G
- AI (કૃત્રિમ બુદ્ધિક્ષમતા): મશીનો ને માનવી ની જેમ વિચારતા કરવા (દા.ત. ChatGPT).
- ક્લાઉડ કમ્પ્યુટિંગ: ડેટા ને ઇન્ટરનેટ પર સર્વર માં સ્ટોર કરવો (Google Drive, AWS).
- IoT (Internet of Things): દરેક ઉપકરણ નું ઇન્ટરનેટ થી જોડાણ (સ્માર્ટ હોમ).
- સૂપર કમ્પ્યુટર: ભારત નું પ્રથમ સુપર કમ્પ્યુટર ‘પરમ ૮૦૦૦’ (PARAM 8000) હતું.
૬. શોર્ટકટ્સ અને એબ્રિવિએશન
ASCII, URL (Uniform Resource Locator), HTML, SQL, GUI. આ બધી ટર્મ્સ ઘણીવાર પરીક્ષામાં ફૂલ ફોર્મ તરીકે પૂછાય છે. કમ્પ્યુટર ની સાક્ષરતા ના ભાગ રૂપે શોર્ટકટ કીઝ (દા.ત. Ctrl+C) પણ યાદ રાખવી જરૂરી છે.