Master Textbook science

સંરક્ષણ ટેકનોલોજી: DRDO, મિસાઇલ્સ અને ભારતીય સેનાની શક્તિ

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. DRDO નો ઉદય અને ભૂમિકા

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) ની સ્થાપના ૧૯૫૮ માં કરવામાં આવી હતી. તે રક્ષામંત્રી (Ministry of Defence) હેઠળ કામ કરે છે.

  • ધ્યેય વાક્ય: 'બલસ્ય મૂલં વિજ્ઞાનમ્' (શક્તિનું મૂળ વિજ્ઞાન છે).
  • મુખ્ય મથક: દિલ્હી.
  • ભારતને સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભર' બનાવવું તે તેનો મુખ્ય હેતુ છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. IGMDP: મિસાઇલ કાર્યક્રમ (૧૯૮૩)

ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ના નેતૃત્વમાં ૧૯૮૩ માં આ કાર્યક્રમ શરૂ થયો. તેમાં ૫ મુખ્ય મિસાઇલ્સ બનાવવાનો નિર્ણય લેવાયો જેને PATNA થી યાદ રાખી શકાય:

૧. P - Prithvi: સપાટી થી સપાટી પર પ્રહાર કરતી ટૂંકા અંતરની મિસાઇલ.

૨. A - Agni: ભારતની સૌથી શક્તિશાળી બેલેસ્ટિક મિશાઇલ શ્રેણી (Agni-1 to 5).

૩. T - Trishul: સપાટી થી હવામાં પ્રહાર કરતી ટૂંકા અંતરની મિસાઇલ.

૪. N - Nag: ટેન્ક વિરોધી (Anti-tank) ગાઇડેડ મિસાઇલ.

૫. A - Akash: સપાટી થી હવામાં પ્રહાર કરતી મધ્યમ અંતરની મિસાઇલ.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. બ્રહ્મોસ (BrahMos): વિશ્વની સૌથી ઝડપી સંહારક

બ્રહ્મોસ એ ભારત (બ્રહ્મપુત્રા) અને રશિયા (મોસ્કવા) ના સંયુક્ત સાહસ દ્વારા બનાવાયેલી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે.

  • ગતિ: અવાજ કરતા ૩ ગણી વધુ (Mach 2.8).
  • તે જમીન, વિમાન અને સબમરીન એમ ત્રણેય જગ્યાએથી લોન્ચ કરી શકાય છે.
  • ભારત હવે ફિલિપિન્સ જેવા દેશોને આ મિસાઇલ નિકાસ પણ કરી રહ્યું છે.

૪. વાયુસેના અને નૌસેના ની શક્તિ

  • તેજસ (LCA): ભારતનું પ્રથમ સ્વદેશી હલકું લડાયક વિમાન.
  • અર્જુન ટેન્ક (Arjun MBT): ભારતની પોતાની મેઈન બેટલ ટેન્ક.
  • INS અરીહંત (INS Arihant): ભારતની પ્રથમ પરમાણુ સંચાલિત સબમરીન જે પાણીની અંદરથી ન્યુક્લિયર મિસાઇલ છોડી શકે છે.
  • પ્રેચંડ (LCH): લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર જે ઊંચાઈવાળા વિસ્તારોમાં લડી શકે છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. મિશન શક્તિ (Mission Shakti)

માર્ચ ૨૦૧૯ માં ભારતે એન્ટી-સેટેલાઇટ (A-SAT) ટેસ્ટ દ્વારા અંતરીક્ષમાં ઉડતા એક લાઇવ સેટેલાઇટને મિસાઇલથી તોડી પાડ્યો હતો. આ સાથે જ ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી સ્પેસ વોરફેર ક્ષમતા ધરાવતો ચોથો દેશ બન્યો.

૬. ભાવિ હથિયારો

  • AMCA: ૫ મી પેઢીનું સ્ટીલ્થ (Stealth) લડાયક વિમાન.
  • નિર્ભય (Nirbhay): લોંગ રેન્જ સબસોનિક ક્રુઝ મિસાઇલ.
  • હાઈપરસોનિક મિસાઇલ્સ: જે અવાજ કરતા ૫ ગણી વધુ ઝડપે ઉડી શકે છે તેના પર પણ કામ ચાલુ છે.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.