Master Textbook science

ઈસરોનો ઇતિહાસ અને લોન્ચિંગ વ્હીકલ: ભારતીય અંતરીક્ષ સફર

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. ઈસરો (ISRO) ની સ્થાપના અને પશ્ચાદભૂ

ભારતીય અંતરીક્ષ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈ ને માનવામાં આવે છે.

  • INCOSPAR (૧૯૬૨): પ્રથમ ભારતીય કમિટી જે અંતરીક્ષ સંશોધન માટે બની હતી.
  • ISRO (૧૫ ઓગસ્ટ ૧૯૬૯): ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ની સ્થાપના થઈ.
  • મુખ્ય મથક: બેંગલુરુ (Karnataka).
  • અંતરીક્ષ પંચ અને વિભાગ: ૧૯૭૨ માં સ્થાપના કરવામાં આવી, જે સીધા પ્રધાનમંત્રી હેઠળ કામ કરે છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. પ્રથમ ભારતીય માઈલસ્ટોન્સ (Milestones)

  • આર્યભટ્ટ (૧૯૭૫): ભારતનો પ્રથમ ઉપગ્રહ. સોવિયેત રશિયાના રોકેટ થી લોન્ચ થયો હતો.
  • રોહિણી (૧૯૮૦): ભારતની ધરતી પરથી ભારતીય રોકેટ (SLV-3) દ્વારા લોન્ચ થયેલો પ્રથમ ઉપગ્રહ.
  • Apple (૧૯૮૧): પ્રથમ પ્રાયોગિક કોમ્યુનિકેશન સેટેલાઇટ.
  • રાકેશ શર્મા (૧૯૮૪): પ્રથમ ભારતીય જે અંતરીક્ષમાં ગયા (સોવિયેત સ્પેસ સ્ટેશન સલાયુત-૭).
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. લોન્ચ વ્હીકલ ની ઉત્ક્રાંતિ (Launch Vehicles)

ઈસરો એ રોકેટ ટેકનોલોજી માં ૪ તબક્કા પસાર કર્યા:

૧. SLV-3: પ્રથમ સફળ લોન્ચ વ્હીકલ.

૨. ASLV: એડવાન્સ્ડ વર્ઝન.

૩. PSLV (Workhorse of ISRO): પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તે ખૂબ જ ભરોસાપાત્ર છે અને ચંદ્રયાન-૧ તથા મંગળયાન માં વપરાયું હતું.

૪. GSLV: જીઓસિન્ક્રોનસ લોન્ચ વ્હીકલ. જેમાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થાય છે.

૪. GSLV MK III (LVM3) - 'The Fat Boy'

તે ભારતનું સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલ છે.

  • ક્ષમતા: ૪૦૦૦ કિલો ડેટા ઊંચી કક્ષા (GTO) માં લઈ જવાની તાકાત.
  • ઉપયોગ: ચંદ્રયાન-૨ અને ચંદ્રયાન-૩ ના મિશનમાં આ રોકેટનો ઉપયોગ થયો હતો.
  • હવે તેને 'LVM3' (Launch Vehicle Mark 3) તરીકે ઓળખવામાં આવે છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. ઈસરો ના મુખ્ય કેન્દ્રો

  • VSSC (વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર): તિરુવનંતપુરમ (રોકેટ બનાવવાનું કામ).
  • SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર - SHAR): શ્રીહરિકોટા (રોકેટ લોન્ચિંગ પેડ).
  • URSC (U.R. Rao Satellite Centre): બેંગલુરુ (ઉપગ્રહ બનાવવાનું કામ).
  • SAC (Space Applications Centre): અમદાવાદ (સેન્સર અને ટેલિકોમ રિસર્ચ).

૬. ભવિષ્ય ના મિશન (Future Missions)

  • આદિત્ય-L1: સૂર્યના અભ્યાસ માટે (૨૦૨૩ માં લોન્ચ).
  • ગગનયાન: ભારતીય માનવ અંતરીક્ષ મિશન.
  • શુક્રયાન: ગ્રહ શુક્ર (Venus) ના અભ્યાસ માટે.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.