Master Textbook science

સામાન્ય વિજ્ઞાન અને આધુનિક પ્રવાહો: અંતિમ સંપુટ

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. વિજ્ઞાન અને ટેકનોલોજી ના મહત્વના દિવસો

વિજ્ઞાન ના પ્રસાર માટે અમુક દિવસો ઉજવવામાં આવે છે:

  • ૨૮ ફેબ્રુઆરી: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (રામન ઇફેક્ટ ની શોધના માનમાં).
  • ૧૧ મે: રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ (પોખરણ-૨ ના માનમાં).
  • ૧૫ સપ્ટેમ્બર: એન્જીનીયર્સ ડે (એમ. વિશ્વૈશ્વરૈયા ના માનમાં).
  • ૨૩ ઓગસ્ટ: રાષ્ટ્રીય સ્પેસ ડે (ચંદ્રયાન-૩ ની સફળતા).
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. ઈસરો ના ૨૦૨૩-૨૦૨૪ ના મિશન

  • આદિત્ય-L1: સૂર્ય ના કોરોના ના અભ્યાસ માટે ભારતનું પ્રથમ મિશન.
  • XPoSat: બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓ ના X-ray પોલરાઇઝેશન ના અભ્યાસ માટે (વિશ્વમાં બીજું).
  • INS-2B: ભૂટાન માટે ભારત દ્વારા બનાવવામાં આવેલો ઉપગ્રહ.
  • TV-D1: ગગનયાન મિશન માટે ક્રૂ એસ્કેપ સિસ્ટમ નું સફળ પરીક્ષણ.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. ભારતના ભવિષ્યના મોટા પ્રોજેક્ટ્સ

  • LIGO-India (લિગો-ઇન્ડિયા): મહારાષ્ટ્ર ના હિંગોલી માં ગુરુત્વાકર્ષણીય તરંગો માપવા માટે ની વેધશાળા.
  • INO (Indian Neutrino Observatory): તમિલનાડુ ના થેની માં ન્યુટ્રીનો કણો ના અભ્યાસ માટે ની અદ્યતન પ્રયોગશાળા.
  • ગગનયાન: ભારત ના પ્રથમ માનવ અંતરીક્ષ મિશન ની જોરશોરથી તૈયારી.

૪. નોબેલ પ્રાઈઝ ૨૦૨૩ (વિજ્ઞાન ક્ષેત્રે)

  • મેડિસિન: કેટાલિન કારિકો અને ડ્રૂ વાઈસમેન (mRNA રસી ના નિર્માણ માટે).
  • ફિઝિક્સ: પિયરે એગોસ્ટીની, ફેરેન્ક ક્રાઉઝ અને એની એલ હુઈલિયર (એટોસેકન્ડ પલ્સ માટે).
  • કેમિસ્ટ્રી: મૌગી બાવેન્ડી, લુઈ બ્રુસ અને એલેક્સી એકિમોવ (ક્વોન્ટમ ડોટ્સ ની શોધ માટે).
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. આધુનિક વિજ્ઞાન ના ટર્મ્સ (Glossary)

  • નાનોમેડિસિન: રોગ ના નિદાન માટે નેનો કણો નો ઉપયોગ.
  • બાયો-રિમેડિએશન: પ્રદૂષણ સાફ કરવા બેક્ટેરિયા નો ઉપયોગ.
  • સીન-ગેસ (Syn-gas): કાર્બન મોનોક્સાઈડ અને હાઈડ્રોજન નું મિશ્રણ.
  • ડિજિટલ ટ્વીન: વાસ્તવિક પદાર્થ ની ડિજિટલ નકલ જે ટેસ્ટિંગ માટે વપરાય.

૬. સંશોધન અને નવીનતા માં ભારત નો ક્રમ

ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) માં ભારત ના રેન્ક માં સતત સુધારો થઈ રહ્યો છે (૨૦૨૩ માં ૪૦મો રેન્ક). ભારત વિશ્વ માં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માં ત્રીજા ક્રમે છે.

quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.