Master Textbook science

બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી: ૨૧મી સદીની ક્રાંતિ

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. બાયોટેકનોલોજી: સજીવો થી ટેકનોલોજી સુધી

બાયોટેકનોલોજી એટલે જૈવિક પ્રણાલીઓ, સજીવો અથવા તેમના ભાગોનો ઉપયોગ કરીને માનવોપયોગી ઉત્પાદનો બનાવવા.

  • જીનેટિક એન્જિનિયરિંગ: DNA માં ફેરફાર કરીને સજીવના ગુણધર્મો બદલવાની કળા. તેને Recombinant DNA (rDNA) ટેકનોલોજી પણ કહેવાય છે.
  • ક્લોનિંગ: એવા સજીવનું નિર્માણ જે તેના પિતૃ જેવો જ આબેહૂબ હોય. પ્રથમ ક્લોન ઘેટું ‘ડોલી’ (Dolly) હતું.
  • DNA ફિંગરપ્રિન્ટિંગ: વ્યક્તિની ઓળખ નક્કી કરવાની પદ્ધતિ. ભારતમાં ડૉ. લાલજી સિંઘને તેના પિતા માનવામાં આવે છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. સ્ટેમ સેલ્સ (Stem Cells) અને તેના પ્રકાર

સ્ટેમ સેલ એ શરીરના એવા કોષો છે જે કોઈપણ બીજા અંગ (હૃદય, યકૃત, સ્નાયુ) માં રૂપાંતરિત થઈ શકે છે.

  • ટોટીપોટન્ટ: જે આખા સજીવનું નિર્માણ કરી શકે.
  • પ્લુરીપોટન્ટ: જે શરીરના કોઈ પણ અંગ ના કોષો બનાવી શકે.
  • તેનો ઉપયોગ ડાયાબિટીસ, લકવો કે કેન્સર જેવી બીમારીઓના ઈલાજ માટે સંશોધનમાં થઈ રહ્યો છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. કૃષિ અને મેડિકલ માં ઉપયોગ

  • BT Cotton: કપાસનો એવો પાક જે જીવાતો (બોલવોર્મ) સામે લડવા સક્ષમ છે.
  • ગોલ્ડન રાઇસ: ચોખાની એવી જાત જેમાં વિટામીન A વધુ હોય છે.
  • પીસીઆર (PCR) ટેસ્ટ: અત્યંત ઓછી માત્રામાં રહેલા વાયરસ (કોરોના વગેરે) ને ઓળખવા માટે વપરાતી ટેકનોલોજી.
  • આથવણ (Fermentation): દહીં, બ્રેડ અને રસી બનાવવામાં મદદરૂપ પાયાની બાયો-ટેકનોલોજી.

૪. નેનો ટેકનોલોજી: અણુના સ્તરે વિજ્ઞાન

૧ નેનોમીટર (nm) એટલે મીટરનો ૧૦ અબજમો ભાગ (10^-9 m). નેનો ટેકનોલોજી માં પદાર્થોને અણુ અને પરમાણુ ના સ્તરે (૧ થી ૧૦૦ નેનોમીટર) બદલવામાં આવે છે.

  • રિચાર્ડ ફેઈનમેન: નેનો ટેકનોલોજી ના પિતા ગણાય છે.
  • પદાર્થો જ્યારે નેનો કદમાં આવે છે ત્યારે તેમના ગુણધર્મો (રંગ, મજબૂતી, વાહકતા) સંપૂર્ણ બદલાઈ જાય છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. નેનો મટીરીયલ્સ (Nanomaterials)

  • ગ્રેફિન (Graphene): સૌથી પાતળું, હલકું અને મજબૂત મટીરીયલ જે લોખંડ કરતા ૨૦૦ ગણું શક્તિશાળી છે.
  • કાર્બન નેનો ટ્યુબ્સ (CNT): નળાકાર કાર્બન પરમાણુઓ જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ચિપ્સ અને સ્પોર્ટ્સ સાધનોમાં થાય છે.
  • બકી બોલ્સ (Buckyballs): કાર્બન-૬૦ પરમાણુઓનો ગોળાકાર આકાર જે દવાઓના ટ્રાન્સફર માટે વપરાય છે.

૬. નેનો ટેકનોલોજી ના ઉપયોગો

  • દવા (Targeted Drug Delivery): દવા ને સીધી કેન્સર ના કોષો સુધી પહોંચાડવી.
  • ઇલેક્ટ્રોનિક્સ: અત્યંત નાના અને શક્તિશાળી પ્રોસેસર બનાવવા.
  • પર્યાવરણ: પાણીના શુદ્ધિકરણ માટે નેનો ફિલ્ટર્સ.
  • સંરક્ષણ: નેનો કોટિંગ થી કપડાં ને વોટર-પ્રૂફ અને બુલેટ-પ્રૂફ બનાવવા.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.