Master Textbook history

૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ (Revolt of 1857)

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

વિપ્લવના મુખ્ય કારણો

૧૮૫૭નો સંગ્રામ એ કોઈ એકાએક બનેલી ઘટના નહોતી, પરંતુ ૧૦૦ વર્ષના અંગ્રેજી શાસન દરમિયાન જન્મેલા અસંતોષનું પરિણામ હતું:

  • રાજકીય કારણ: લોર્ડ ડેલહાઉસીની 'ખાલસા નીતિ' અને અયોધ્યાનું જોડાણ.
  • આર્થિક કારણ: ઊંચા કરવેરા અને ભારતીય ઉદ્યોગોનો વિનાશ.
  • સામાજિક-ધાર્મિક કારણ: સતી પ્રથા નાબૂદી, વિધવા લગ્ન કાયદો અને ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ.
  • તાત્કાલિક કારણ: એનફિલ્ડ રાઈફલ (Enfield Rifle). તેમાં વપરાતી કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબી હોવાની શંકાએ હિન્દુ અને મુસ્લિમ સૈનિકોમાં રોષ જન્માવ્યો.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

સંગ્રામની શરૂઆત અને મંગલ પાંડે

  • મંગલ પાંડે: ૧૮૫૭ના સંગ્રામનો પ્રથમ શહીદ. ૨૯ માર્ચ ૧૮૫૭ના રોજ બેરકપુરની છાવણીમાં તેણે અંગ્રેજ અધિકારી પર ગોળી ચલાવી. ૮ એપ્રિલ ૧૮૫૭ ના રોજ તેને ફાંસી આપવામાં આવી.
  • મેરઠ: ૧૦ મે ૧૮૫૭ ના રોજ મેરઠથી વિધિવત વિપ્લવની શરૂઆત થઈ. સૈનિકોએ દિલ્હી કૂચ કરી અને બહાદુર શાહ ઝફર ને ભારતના શહેનશાહ જાહેર કર્યા.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

મુખ્ય કેન્દ્રો અને નેતૃત્વ

૧૮૫૭ના વિપ્લવમાં અલગ-અલગ જગ્યાએ નીચે મુજબના નેતાઓએ નેતૃત્વ સંભાળ્યું હતું:

  • દિલ્હી: બહાદુર શાહ ઝફર અને જનરલ બખ્ત ખાન.
  • કાનપુર: નાનાસાહેબ પેશ્વા અને તાત્યા ટોપે.
  • ઝાંસી: રાણી લક્ષ્મીબાઈ.
  • લખનૌ: બેગમ હઝરત મહાલ.
  • બિહાર (જગદીશપુર): કુંવરસિંહ.
  • બરેલી: ખાન બહાદુર ખાન.
  • ફૈઝાબાદ: મૌલવી અહમદુલ્લા.

વિપ્લવનું દમન અને નિષ્ફળતાના કારણો

અંગ્રેજોએ પોતાની આધુનિક સૈન્ય શક્તિ અને રેલવે-ટેલિગ્રાફની મદદથી વિપ્લવને દબાવી દીધો.

  • નિષ્ફળતાના કારણો: કેન્દ્રીય નેતૃત્વનો અભાવ, વિપ્લવનું ભારતભરમાં ફેલાવું નહીં (દક્ષિણ ભારત અલિપ્ત રહ્યું), સ્થાનિક રાજાઓનો સહકાર (તળ ગુજરાત, હૈદરાબાદ અને પંજાબે અંગ્રેજોને સાથ આપ્યો) અને આધુનિક શસ્ત્રોનો અભાવ.

વિપ્લવના પરિણામો (૧૮૫૮નો ધારો)

  • કંપની શાસનનો અંત: ભારતનો વહીવટ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી બ્રિટિશ પાર્લામેન્ટ (તાજ) ને સોંપાયો.
  • વાઈસરોયની નિમણૂક: ગવર્નર જનરલને બદલે હવે 'વાઈસરોય' પદ આવ્યું. લોર્ડ કેનિંગ પ્રથમ વાઈસરોય બન્યો.
  • મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરો: ૧ નવેમ્બર ૧૮૫૮ માં અલાહાબાદ ખાતે વંચાયો, જેમાં રજવાડાઓની સલામતીનું વચન આપવામાં આવ્યું.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.