કોમવાદી ચુકાદો (Communal Award - ૧૯૩૨)
બીજી ગોળમેજી પરિષદની નિષ્ફળતા બાદ બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ એ ૧૬ ઓગસ્ટ ૧૯૩૨ ના રોજ 'કોમવાદી ચુકાદો' જાહેર કર્યો.
- મુખ્ય જોગવાઈ: દલિતો (Depressed Classes) ને લઘુમતી ગણી તેમને 'અલગ મતાધિકાર' (Separate Electorate) આપવામાં આવ્યો.
- ગાંધીજીએ તેને હિન્દુ સમાજને વિભાજિત કરવાનું અંગ્રેજોનું કાવતરું ગણાવ્યું અને તેનો સખત વિરોધ કર્યો.
ગાંધીજીના ઉપવાસ અને પુણે કરાર
ચુકાદાના વિરોધમાં ગાંધીજીએ ૨૦ સપ્ટેમ્બર ૧૯૩૨ ના રોજ પુણેની યેરવડા જેલ માં 'આમરણાંત ઉપવાસ' શરૂ કર્યા.
- આખા દેશમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. રવીન્દ્રનાથ ટાગોર અને મદન મોહન માલવીયા જેવા નેતાઓએ મધ્યસ્થી કરી.
- છેવટે ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨ ના રોજ ગાંધીજી અને ડૉ. બી. આર. આંબેડકર વચ્ચે ઐતિહાસિક 'પુણે કરાર' થયો.
- પરિણામ: દલિતો માટેના અલગ મતાધિકાર રદ થયા, પણ તેના બદલે સામાન્ય મતદાર મંડળમાં તેમની અનામત બેઠકોની સંખ્યા ૭૧ થી વધારીને ૧૪૭ કરવામાં આવી.
હરિજન સેવક સંઘની સ્થાપના
પુણે કરાર બાદ ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને પ્રમુખ લક્ષ્ય બનાવ્યું.
- ૧૯૩૨ માં તેમણે 'એન્ટી-ટચેબિલિટી લીગ' (પછીથી હરિજન સેવક સંઘ) ની સ્થાપના કરી.
- ૧૯૩૩ માં તેમણે 'હરિજન' નામનું અખબાર શરૂ કર્યું અને દેશભરમાં 'હરિજન યાત્રા' કરી.
ત્રીજી ગોળમેજી પરિષદ (૧૯૩૨)
નવેમ્બર-ડિસેમ્બર ૧૯૩૨ માં લંડનમાં ત્રીજી ગોળમેજી પરિષદ યોજાઈ, જેમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો. આ પરિષદના અહેવાલના આધારે ૧૯૩૫ નો ભારત સરકારનો કાયદો તૈયાર થયો.
આંદોલનનું સમાપન
૧૯૩૨-૩૪ દરમિયાન ગાંધીજીએ રચનાત્મક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. મે ૧૯૩૪ માં કોંગ્રેસે સત્તાવાર રીતે સવિનય કાનૂનભંગ આંદોલન પાછું ખેંચી લીધું.