ગાંધીજીનું ભારતમાં આગમન (૧૯૧૫)
મોહનદાસ કરમચંદ ગાંધી ૯ જાન્યુઆરી ૧૯૧૫ ના રોજ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા.
- આ દિવસને 'પ્રવાસી ભારતીય દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
- દક્ષિણ આફ્રિકામાં તેમણે 'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ' સ્થાપી હતી અને સત્યાગ્રહનું પ્રથમ શસ્ત્ર અજમાવ્યું હતું.
- ભારતમાં તેમના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા, તેમણે ગાંધીજીને એક વર્ષ ભારત ભ્રમણ કરવાની સલાહ આપી હતી.
શરૂઆતના ત્રણ સત્યાગ્રહો
ગાંધીજીએ ભારતમાં પાયાના સ્તરે ત્રણ મહત્વના આંદોલનો કર્યા:
- ચંપારણ સત્યાગ્રહ (૧૯૧૭): બિહારના ચંપારણમાં ગળીના ખેડૂતો પરની 'તીન-કઠિયા પદ્ધતિ' વિરુદ્ધ ભારતનો પ્રથમ સત્યાગ્રહ.
- અમદાવાદ મિલ મજૂર આંદોલન (૧૯૧૮): પ્લેગ બોનસ બાબતે મિલ માલિકો અને મજૂરો વચ્ચેના વિવાદમાં ગાંધીજીએ પ્રથમ વાર ઉપવાસ નું શસ્ત્ર વાપર્યું.
- ખેડા સત્યાગ્રહ (૧૯૧૮): અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવા છતાં મહેસૂલ ઉઘરાવવા વિરુદ્ધ આ પ્રથમ 'ના-કર' (Non-tax) આંદોલન હતું. અહીં સરદાર પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા.
રોલેટ એક્ટ (૧૯૧૯) અને વિરોધ
અંગ્રેજોએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દબાવવા 'રોલેટ એક્ટ' (કાળો કાયદો) પસાર કર્યો.
- આ કાયદા મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી ટ્રાયલ (અદાલતી કાર્યવાહી) વગર જેલમાં પૂરી શકાતી.
- ગાંધીજીએ તેને 'વકીલ નહીં, દલીલ નહીં, અપીલ નહીં' જેવો કાયદો ગણાવ્યો અને તેની વિરુદ્ધ 'રોલેટ સત્યાગ્રહ' શરૂ કર્યો.
જલિયાવાલા બાગ હત્યાકાંડ (૧૩ એપ્રિલ ૧૯૧૯)
રોલેટ એક્ટના વિરોધમાં અને ડૉ. સત્યપાલ તથા ડૉ. સૈફુદ્દીન કિચલુની ધરપકડના વિરોધમાં અમૃતસરના જલિયાવાલા બાગમાં શાંત સભા ભરાઈ હતી.
- જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ વિના ચેતવણીએ નિઃશસ્ત્ર ટોળા પર ગોળીબાર કરાવ્યો, જેમાં હજારો લોકો શહીદ થયા.
- આ ઘટનાના વિરોધમાં રવીન્દ્રનાથ ટાગોરે 'નાઈટહૂડ' (સેર) અને ગાંધીજીએ 'કેસરી-એ-હિન્દ' નો ઇલ્કાબ ત્યાગ્યો.
હન્ટર કમિશન
જલિયાવાલા બાગની તપાસ માટે અંગ્રેજોએ 'હન્ટર કમિશન' ની રચના કરી, જેણે જનરલ ડાયરને દોષિત તો ઠેરવ્યો પણ સામાન્ય સજા આપી છોડી મૂક્યો, જેનાથી ભારતીયોમાં પાછા રોષ વ્યાપ્યો.