બંગાળ પરનો વિજય: પ્લાસી અને બક્સર
- પ્લાસીનું યુદ્ધ (૨૩ જૂન ૧૭૫૭): રોબર્ટ ક્લાઈવ અને બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા વચ્ચે થયું. મીર જાફરની ગદારીને કારણે કંપની જીતી અને ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નંખાયો.
- બક્સરનું યુદ્ધ (૨૨ ઓક્ટોબર ૧૭૬૪): હેક્ટર મુનરો સામે મીર કાસિમ, શુજા-ઉદ-દૌલા અને શાહ આલમ ૨જા ની સંયુક્ત સેનાની હાર થઈ.
- અલાહાબાદની સંધિ (૧૭૬૫): અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના 'દીવાની અધિકારો' (મહેસૂલ ઉઘરાવવાની સત્તા) મળી.
મૈસુર અને મરાઠા વિગ્રહો
- મૈસુર વિગ્રહો (૧૭૬૭-૧૭૯૯): હૈદર અલી અને ટીપુ સુલ્તાન સામે ચાર વિગ્રહો થયા. ૧૭૯૯ માં શ્રીરંગપટ્ટનમના યુદ્ધ માં ટીપુ સુલ્તાન લડતા-લડતા શહીદ થયો.
- મરાઠા વિગ્રહો (૧૭૭૫-૧૮૧૮): ત્રણ વિગ્રહો બાદ મરાઠા અશ્વની સત્તાનો અંત આવ્યો. ૧૮૧૮ માં પેશ્વાની પદવી રદ કરી તેમને કાન્પુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા.
વિસ્તરણવાદી નીતિઓ: વેલેસ્લી અને ડેલહાઉસી
- સહાયકારી યોજના (Subsidiary Alliance): લોર્ડ વેલેસ્લીએ આ નીતિ અમલમાં મૂકી. આ યોજના સ્વીકારનાર પ્રથમ હૈદરાબાદનો નિઝામ હતો. આ યોજના 'મીઠા ઝેર' જેવી હતી.
- ખાલસા નીતિ (Doctrine of Lapse): લોર્ડ ડેલહાઉસીએ પુત્ર વગર અવસાન પામનાર રાજાઓના રાજ્યો ખાલસા કર્યા. સતારા (૧૮૪૮) પ્રથમ અને ત્યારબાદ સંબલપુર, ઝાંસી, નાગપુર ખાલસા થયા.
પંજાબ અને સિંધનો વિજય
મહારાજા રણજિત સિંહના અવસાન બાદ પંજાબ માં અંધાધૂંધી મચી. અંગ્રેજોએ બે શીખ વિગ્રહો બાદ ૧૮૪૯ માં પંજાબને અંગ્રેજી શાસનમાં ભેળવી દીધું. સિંધ ને ૧૮૪૩ માં ચાર્લ્સ નેપિયર દ્વારા ખાલસા કરવામાં આવ્યું હતું.
અયોધ્યાનું જોડાણ (૧૮૫૬)
અયોધ્યાના નવાબ વાજિદ અલી શાહ પર 'ગેરવહીવટ' (Misgovernance) નું બહાનું કાઢીને ૧૮૫૬ માં ડેલહાઉસીએ અયોધ્યાને ખાલસા કર્યું. આ પગલું ૧૮૫૭ ના વિપ્લવ માટેનું મુખ્ય કારણ બન્યું હતું.