Master Textbook economy

વિદેશી વેપાર અને સંસ્થાઓ: BoP, WTO, IMF અને વર્લ્ડ બેંક

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. વિદેશી વેપાર (Foreign Trade) - પાયાની સમજ

જ્યારે બે કે તેથી વધુ દેશો વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓની લે-વેચ થાય તેને ‘વિદેશી વેપાર’ (International Trade) કહેવાય.

  • નિકાસ (Export): દેશમાં બનેલી ચીજવસ્તુઓ વિદેશમાં વેચવી (જેથી વિદેશી હૂંડિયામણ મળે).
  • આયાત (Import): વિદેશથી ચીજવસ્તુઓ દેશમાં ખરીદવી (જેથી વિદેશી હૂંડિયામણ બહાર જાય).
  • વેપાર તુલા (Trade Balance): કુલ નિકાસ - કુલ આયાત. જે ધન (+) હોય તો ફાયદો અને ઋણ (-) હોય તો નુકસાન (ખાધ) ગણાય.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. લેણદેણની તુલા (Balance of Payments - BoP)

કોઈ એક દેશના બાકીના વિશ્વ સાથેના તમામ આર્થિક વ્યવહારોની નોંધને BoP કહેવાય. તે બે ભાગમાં હોય છે:

૧. ચાલુ ખાતું (Current Account):

  • દ્રશ્ય (વસ્તુઓ) અને અદ્રશ્ય (સેવાઓ, વ્યાજ, ડિવિડન્ડ, ગિફ્ટ) વ્યવહારો.
  • CAD (Current Account Deficit): જ્યારે આયાતની ચુકવણી નિકાસની આવક કરતા વધી જાય.

૨. મૂડી ખાતું (Capital Account):

  • રોકાણ (FDI, FPI), લોન (ECB) અને બેન્કિંગ વ્યવહારો.
  • તેનાથી દેશની મિલકત કે દેવા માં ફેરફાર થાય છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. વિદેશી મૂડીરોકાણ (FDI vs FPI)

  • FDI (Foreign Direct Investment): વિદેશી વ્યક્તિ કે કંપની ભારતમાં સીધું રોકાણ કરી હોસ્પિટલ, ફેક્ટરી કે ઓફિસ બનાવે. તે લાંબા ગાળાનું અને સ્થિર રોકાણ છે.
  • FPI (Foreign Portfolio Investment): વિદેશી રોકાણકારો ભારતના શેરબજારમાં (NSE, BSE) રોકાણ કરે તે. તેને ‘Hot Money’ કહેવાય છે કારણ કે તે ગમે ત્યારે પાછું જઈ શકે છે.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૪. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ

૧. IMF (International Monetary Fund):

  • સ્થાપના: ૧૯૪૫ (બ્રેટન-વુડ્સ કોન્ફરન્સ).
  • કાર્ય: દેશોને BoP ની કટોકટી વખતે ટૂંકા ગાળાની લોન આપવી.
  • ચલણ: SDR (Special Drawing Rights).

૨. વિશ્વ બેંક (World Bank):

  • કાર્ય: ગરીબ અને વિકાસશીલ દેશોને લાંબા ગાળાની વિકાસલક્ષી લોન આપવી.
  • તેના પાંચ અંગો છે (દા.ત. IBRD, IDA, MIGA).

૩. WTO (World Trade Organization):

  • સ્થાપના: ૧ જાન્યુઆરી ૧૯૯૫ (GATT ને બદલે).
  • કાર્ય: દેશો વચ્ચે વેપાર ના નિયમો બનાવવા અને વિવાદો ઉકેલવા.

૫. હૂંડિયામણ દર અને અનામત (Forex)

  • Forex Reserves: ભારત પાસે રહેલું સરકારી સોનું, ડોલર, SDR અને IMF માં રિઝર્વ સ્થિતિ. (RBI દ્વારા તેનું સંચાલન થાય છે).
  • ઘસારા (Depreciation): બજારના કારણે રૂપિયાની કિંમત ડોલર સામે ઘટવી.
  • અવમૂલ્યન (Devaluation): સરકાર પોતે જાણીજોઈને નિકાસ વધારવા માટે રૂપિયાની વેલ્યુ ઘટાડે (ભારતે ૧૯૪૯, ૧૯૬૬ અને ૧૯૯૧ માં કર્યું હતું).

૬. ભારતની વેપાર ભાગીદારી

  • ભારતની સૌથી વધુ નિકાસ અમેરિકા (USA) ને થાય છે.
  • ભારત સૌથી વધુ આયાત ચીન (China) થી કરે છે.
  • ભારતની મુખ્ય નિકાસ ચીજો: પેટ્રોલિયમ ઉત્પાદનો, હીરા-ઝવેરાત, દવાઓ (Pharma) અને સોફ્ટવેર સેવાઓ.
  • મુખ્ય આયાત: ક્રૂડ ઓઈલ, સોનું, ઈલેક્ટ્રોનિક્સ સામાન.
quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.