Master Textbook economy

આર્થિક સુધારા ૧૯૯૧ (LPG): ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ

આ ટોપિકની સંપૂર્ણ થીયરી ધ્યાનથી વાંચો અને છેલ્લે આપેલી ક્વિઝ દ્વારા તમારું જ્ઞાન ચકાસો.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૧. ૧૯૯૧ ના સુધારાની પૃષ્ઠભૂમિ (Background)

૧૯૯૦ ના અંત ભાગમાં ભારતની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય હતી.

  • BoP કટોકટી: ભારત પાસે વિદેશી હૂંડિયામણ (Forex) માત્ર ૨ અઠવાડિયાની આયાત માટે જ બચ્યું હતું.
  • મોંઘવારી: ફુગાવો ૧૭% સુધી પહોંચી ગયો હતો.
  • કારણો: અખાતી યુદ્ધના કારણે તેલના ભાવ વધ્યા, વધુ પડતો સરકારી ખર્ચ અને આર્થિક અસ્થિરતા.
  • પગલાં: ભારતે સોનું ગીરો મૂકી લોન લેવી પડી અને અંતે અર્થતંત્રના દરવાજા ખોલવા પડ્યા.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૨. LPG - ત્રણ મુખ્ય સ્તંભો

૧. ઉદારીકરણ (Liberalization): સરકારના બિનજરૂરી નિયંત્રણો અને ‘લાઈસન્સ રાજ’ નો અંત. ઉદ્યોગોને વિસ્તરણ કરવા માટે હવે વારંવાર મંજૂરી લેવાની જરૂર નહોતી.

૨. ખાનગીકરણ (Privatization): સરકારી કંપનીઓ (PSUs) માંથી હિસ્સો વેચીને ખાનગી ક્ષેત્રને ભાગીદાર બનાવવું. ટેલિકોમ, બેન્કિંગ અને એરલાઇન્સ જેવા ક્ષેત્રો ખાનગી કંપનીઓ માટે ખુલ્લા મુકાયા.

૩. વૈશ્વિકીકરણ (Globalization): ભારતની અર્થવ્યવસ્થાને વિશ્વ સાથે જોડવી. આયાત જકાત (Import Duties) ઘટાડવી અને વિદેશી મૂડીરોકાણ (FDI) ને આવકારવું.

star અગત્યના મુદ્દાઓ (Important Points)

૩. સુધારાના ઘડવૈયાઓ

૨૪ જુલાઈ, ૧૯૯૧ ના રોજ નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી.

  • પી. વી. નરસિંહા રાવ: તે વખતના પ્રધાનમંત્રી જેમણે રાજકીય દૂરોગામી નિર્ણય લીધો.
  • ડૉ. મનમોહન સિંહ: તે વખતના નાણા મંત્રી જેમણે આ સુધારાનો મુસદ્દો તૈયાર કર્યો.
  • રાવ-મનમોહન મોડેલ: આ સુધારાઓને આ નામથી પણ ઓળખવામાં આવે છે.

૪. ક્ષેત્રવાર સુધારાઓ (Sectoral Reforms)

  • બેન્કિંગ સુધારા: નરસિમ્હન સમિતિની ભલામણથી ખાનગી બેંકો (HDFC, ICICI) ને મંજૂરી મળી.
  • ટેક્સ સુધારા: કરવેરાના દરોમાં ઘટાડો કરી ટેક્સ કલેક્શન વધારવાનો પ્રયત્ન થયો.
  • મૂડી બજાર: સેબી (SEBI) ને વૈધાનિક સત્તા મળી અને શેરબજાર આધુનિક બન્યું.
  • વ્યાપાર: ભારતીય રૂપિયાનું અવમૂલ્યન કરી નિકાસને પ્રોત્સાહન અપાયું.
star અગત્યના મુદ્દાઓ (Important Points)

૫. સુધારાની અસરો (Impact Analysis)

  • પોઝિટિવ અસરો: જીડીપી ગ્રોથ રેટ વધ્યો, વિદેશી હૂંડિયામણ માં જંગી વધારો થયો, આઈટી (IT) અને સેવા ક્ષેત્ર માં ભારત વિશ્વગુરુ બન્યું, ગ્રાહકોને વધુ સુવિધાઓ મળી.
  • નેગેટિવ અસરો: ખેતી ક્ષેત્રની અવગણના થઈ, અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધ્યું, પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો.

૬. ભારતની ‘હિંદુ ગ્રોથ રેટ’ માંથી મુક્તિ

૧૯૯૧ પહેલા ભારતનો અંદાજિત વિકાસ દર ૩.૫% રહેતો, જેને પ્રો. રાજકૃષ્ણે ‘હિંદુ ગ્રોથ રેટ’ કહ્યો હતો. ૧૯૯૧ ના સુધારા પછી ભારત ૮% કે તેથી વધુ ગ્રોથ મેળવતું થયું અને વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બન્યું.

quiz

તમારી તૈયારી ચકાસો (Quizzes)

આ ટોપિકના અલગ અલગ પાસાઓ પર નીચે મુજબની ક્વિઝ ઉપલબ્ધ છે. દરેક ક્વિઝમાં 20 પ્રશ્નો છે.