બિન-બંધારણીય સંસ્થાઓનો પરિચય
ભારતમાં એવી સંસ્થાઓ જેનો ઉલ્લેખ મૂળ બંધારણમાં નથી, પરંતુ તે પછીથી સંસદના કાયદા દ્વારા (Statutory Bodies) અથવા સરકારના આદેશ દ્વારા (Executive Bodies) બનાવવામાં આવી છે, તેને 'બિન-બંધારણીય' અથવા 'વધારાની-બંધારણીય' સંસ્થાઓ કહેવામાં આવે છે.
આ સંસ્થાઓ બે પ્રકારની હોય છે:
- કાયદાકીય (Statutory): જે સંસદના કાયદા દ્વારા બને છે (દા.ત. લોકપાલ, NHRC).
- કારોબારી (Executive): જે કેબિનેટના પ્રસ્તાવથી બને છે (દા.ત. નીતિ આયોગ).
1. નીતિ આયોગ (NITI Aayog)
NITI (National Institution for Transforming India) આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015 ના રોજ 'આયોજન પંચ' (Planning Commission) ના સ્થાને કરવામાં આવી હતી.
- સ્થાપના: કેબિનેટના પ્રસ્તાવ દ્વારા (બિન-બંધારણીય અને બિન-કાયદાકીય).
- અભિગમ: 'બોટમ-અપ' (Bottom-up Approach) - રાજ્યોની સહભાગીદારી વધારવા માટે.
- રચના:
- અધ્યક્ષ: ભારતના વડાપ્રધાન.
- ઉપાધ્યક્ષ: પીએમ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે.
- સીઈઓ (CEO): નિશ્ચિત મુદત માટે પીએમ દ્વારા નિમાય છે.
- ગવર્નિંગ કાઉન્સિલ: તમામ રાજ્યોના સીએમ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર.
- મુખ્ય કાર્યો: સરકારના 'થિંક ટેન્ક' તરીકે કાર્ય કરવું, સહકારી સંઘવાદ (Cooperative Federalism) ને પ્રોત્સાહન આપવું અને લાંબા ગાળાની નીતિઓ ઘડવી.
2. લોકપાલ અને લોકાયુક્ત (Lokpal and Lokayuktas)
ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માટે 'લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ (2013)' પસાર કરવામાં આવ્યો હતો. સ્વીડનના 'ઓમ્બડ્સમેન' (Ombudsman) ના મોડેલ પરથી આ સંસ્થા લેવામાં આવી છે.
- લોકપાલ: કેન્દ્ર સ્તરે કામ કરે છે. તેમાં 1 અધ્યક્ષ અને વધુમાં વધુ 8 સભ્યો હોય છે (જેમાં 50% ન્યાયિક ક્ષેત્રના હોય છે).
- લોકાયુક્ત: રાજ્ય સ્તરે કામ કરે છે. મહારાષ્ટ્ર એ લોકાયુક્તની સંસ્થા સ્થાપનાર પ્રથમ રાજ્ય (1971) હતું.
- સત્તા: લોકપાલ વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને સરકારી અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ કરી શકે છે.
- પ્રથમ લોકપાલ: જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષ (P.C. Ghose).
3. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) - 1993
માનવ અધિકારોના રક્ષણ માટે 'માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ (1993)' હેઠળ NHRC ની સ્થાપના કરવામાં આવી હતી.
- રચના: અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ હોઈ શકે છે.
- નિમણૂક: રાષ્ટ્રપતિ દ્વારા (6 સભ્યોની સમિતિની ભલામણથી).
- કાર્યકાળ: 3 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર (જે વહેલું હોય તે).
- મુખ્ય કાર્યો: જેલોમાં કેદીઓની સ્થિતિની તપાસ કરવી, માનવ અધિકારના ભંગની ફરિયાદો સાંભળવી (સુઓ-મોટું સત્તા પણ છે) અને જાગૃતિ ફેલાવવી.
- ગુજરાત: ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ (GSHRC) ગાંધીનગર ખાતે આવેલું છે.
4. કેન્દ્રીય માહિતી આયોગ (CIC) અને સતર્કતા આયોગ (CVC)
- CIC (Central Information Commission): RTI એક્ટ-2005 હેઠળ સ્થપાયેલ. માહિતીના અધિકારના અમલીકરણ માટેની સર્વોચ્ચ સંસ્થા.
- CVC (Central Vigilance Commission): ભ્રષ્ટાચારને રોકવા માટે સંથાનમ સમિતિ (1964) ની ભલામણથી સ્થાપવામાં આવી હતી. 2003 માં તેને કાયદાકીય દરજ્જો મળ્યો. તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા પીએમની અધ્યક્ષતાવાળી સમિતિ કરે છે.